ફેસબુક પર આપણે હવે અંગત વાતોને છોડીને લગભગ બધું જ મુકતા હોઈએ છીએ. ઘણા લોકો મિનીટ-મિનીટનો અહેવાલ પણ આપતાં હોય છે જેમ કે - આજે ફિલ્મ જોવા જાઉં છું, સિનેમા પહોચી ગયો, ટીકીટની લાંબી લાઈનમાં ઉભો છું, ટીકીટ લીધી, સિનેમાની અંદર જાઉં છું ખુબ ભીડ છે, જગ્યા પર બેઠો, ફિલ્મ જોઈ રહ્યો છું, ફિલ્મ સારું છે, મસ્ત સીન ચાલે છે, ઇન્ટરવેલ પડ્યો, શીંગ ખાઉં છું વગેરે...વગેરે..
કેટલાંક લોકો સારીસારી અને જાણીતી રચનાઓ મુકે છે, કેટલાક લોકો પોતાની રચનાઓ મુકે છે, કેટલાક લોકો - લોકજાગૃતિ માટેની વિગતો મુકે છે, સારા-ખરાબ પ્રસંગોની જાણકારી આપે છે વગેરે.
પણ.............પણ............પણ..................મને નવાઈ એક વાતની લાગી કે જયારે કોઈ વ્યક્તિનું અવસાન થાય અને તેના સમાચાર ફેસબુક પર મુકવામાં આવે ત્યારે ઘણા લોકો "LIKE" કરે છે. જે લોકો "LIKE" કરે છે તેઓ શું એમ કહેવા માંગે છે કે અવસાનના સમાચાર તેમને ગમ્યાં એમ? એક વાત કહું ? ફેસબુક પર "UNLIKE" પણ કરી શકાય છે.
દરેક અપડેટને "LIKE" જ કરવું એવો કોઈ નિયમ નથી. જે આપણને નથી ગમ્યું તેને "UNLIKE" કરવું જોઈએ. આજના સમયમાં આપણે "બેસણા" માં જઈને અફસોસ વ્યક્ત નથી કરી શકતા તો કમસેકમ ફેસબુક પર "UNLIKE" કરવાની શાલીનતા તો દર્શાવો!
"સામાન્ય સમજણ ખરેખર અસામાન્ય હોય છે"
It's weird. This giant is focused on earning money through marketing, ads and campaigns. Their futuristic plan to give such buttons (Unlike) are under development since last one and half year. Waiting for updates.
ReplyDelete