આર્ટીકલ-૧ : સંઘનું નામ અને તેનું રાજ્યક્ષેત્ર
ઇન્ડિયા એટલે કે ભારત રાજ્યોનો એક સંઘ રહેશે.
વિશેષતા: ભારત સંઘની રચના પસંદગીથી થઇ છે મજબૂરી, દબાણ કે કરારથી નહીં.
સમજૂતી:
- બંધારણમાં "સમવાય તંત્ર"ના બદલે "સંઘ" શબ્દ ખૂબ જ બુદ્ધિપૂર્વક પ્રયોજવામાં આવ્યો છે.
- ભારત વિભાજીત કરી શકાય તેવા રાજ્યોથી બનેલ એક અવિભાજિત રાષ્ટ્ર છે.
- સમવાય તંત્રમાં રાજ્યોને સ્વતંત્ર થવાની છૂટ છે જે સંઘીય રચનામાં નથી જોવા મળતી.
- ભારતના રાજ્યો કોઈ કરાર દ્વારા એકબીજા સાથે જોડાયેલા નથી પરંતુ પોતાની સંમતિથી સંઘના સભ્યો બનેલા છે.
- ભારતના રાજ્યોની ભૌગોલિક સીમા તેમજ વિસ્તાર પરિવર્તનશીલ છે અને તેમાં ફેરફાર કરવાની સત્તા સંસદમાં છે.
- ભારતીય બંધારણ કોઈ પણ રાજ્યની સીમા યથાવત રાખવાની કોઈ ખાતરી આપતું નથી.
- ભારતીય સંઘ અંતર્ગત ભૂમિને મુખ્યત્વે ત્રણ વિભાગમાં વિભાજીત કરવામાં આવ્યા છે.
- (અ) : રાજ્યની ભૂમિ
- (બ) : કેન્દ્રીય ભૂમિ
- (ક) : કેન્દ્ર દ્વારા સંપાદન કરવામાં આવે તે ભૂમિ
કેન્દ્રને જરૂર જણાય તો સંસદની મદદથી નવા રાજ્યોને ભારતીય સંઘમાં ઉમેરી શકશે અથવા નવા રાજ્યની સ્થાપના કરી શકશે.
વિશેષતા: ભારતના વિસ્તારમાં સમાવિષ્ટ ન હોય તેવા વિસ્તારમાંથી રાજ્યની રચના
સમજૂતી:
- સંસદ પાસે ઉપરોક્ત વિષયમાં બે મહત્વની સત્તા રહેલી છે.
- (અ) : નવા રાજ્યને કેન્દ્રમાં ઉમેરવાની સત્તા
- (બ) : નવા રાજ્યની નવરચના કરવાની સત્તા
- સંસદ વિવેકાધીન રીતે અને યોગ્ય જણાય તે રીતે આ સત્તાનો ઉપયોગ કરીને રાજ્યની સ્થાપના કરશે.
- ભારત કોઈ પ્રદેશ જીતે, કોઈ પ્રદેશ ભારત સાથે પોતાની ઈચ્છાથી ભળી જાય, કોઈ પ્રદેશ ભારતને બક્ષિશ, દાન અથવા ભેંટ તરીકે મળે તો તે ભૂમિ વિસ્તારને સંસદ વિવેકાધીન રીતે રાજ્યમાં પરિવર્તિત કરશે.
આર્ટીકલ-૩ : નવા રાજ્યોની રચના, અસ્તિત્વમાં રહેલ રાજ્યની સીમા અથવા નામમાં ફેરફાર
સંસદ કાયદા દ્વારા નીચેની સત્તાનો ઉપયોગ કરી શકે છે અને નવા રાજ્યની રચના કરી શકે છે.
વિશેષતા: ભારતના વિસ્તારમાં સમાવિષ્ટ હોય તેવા વિસ્તારમાંથી રાજ્યની રચના
સમજૂતી:
(ક)
- કોઈ પણ રાજ્યની ભૂમિને અલગ કરીને
- બે અથવા બે કરતાં વધારે રાજ્યની ભૂમિને ભેગી કરીને
- કોઈ રાજ્ય સાથે અન્ય ભૂમિ જોડીને
(ગ) વર્તમાન રાજ્યની સીમમાં ઘટાડો કરી શકે છે.
(ઘ) વર્તમાન રાજ્યની સીમાઓમાં ફેરફાર કરી શકે છે.
(ચ) વર્તમાન રાજ્યના નામમાં ફેરફાર કરી શકે છે.
રાજ્યોની સીમમાં ફેફર કરવાની પરિસ્થિતિમાં અસર પામતા રાજ્યોનો અભિપ્રાય લેવામાં આવે છે પરંતુ કેન્દ્રશાસિત પ્રદેશની સીમાઓમાં ફેરફાર કરવા માટે કેન્દ્રશાસિત પ્રદેશનો અભિપ્રાય લેવો જરૂરી નથી કારણ કે તે કેન્દ્ર સરકાર દ્વારા જ સંચાલિત હોય છે.
આર્ટીકલ-૪ : આર્ટીકલ-૨ તેમજ ૩ દ્વારા રચવામાં આવેલ રાજ્ય તેમજ વિધાનસભાની બેઠકમાં થતા આનુષંગિક ફેરફાર માટે જોગવાઈ કરવા અંગે
વિશેષતા: અનુસૂચિમાં કરવામાં આવતા ફેરફાર બંધારણીય સુધારા નથી.
બંધારણની પહેલી અનુસૂચિમાં ભારતના રાજ્ય અને કેન્દ્રશાસિત પ્રદેશની યાદી આપવામાં આવી છે.
બંધારણની ચોથી અનુસૂચિમાં રાજ્યને ફાળવવામાં આવેલ રાજ્યસભાની બેઠકોની વિગત આપવામાં આવી છે.
- આર્ટીકલ-૨ તેમજ ૩ દ્વારા નવા રચવામાં આવેલ રાજ્યના અનુસંધાને પહેલી તેમજ ચોથી અનુસૂચિમાં કરવા પડતા ફેરફારને આર્ટીકલ-૩૬૮ અંતર્ગત બંધારણીય સુધારો ગણવામાં નથી આવતો.
No comments:
Post a Comment