દલિત શબ્દ મરાઠી ભાષામાંથી આવ્યો છે અને તેનો અર્થ "તળિયું", "દબાયેલું", "કચડાયેલું" અને "તૂટેલા ટુકડા" થાય છે. આ શબ્દનો સૌપ્રથમ ઉપયોગ ઓગણીસમી સદીમાં જ્યોતિરાવ ફુલેએ કર્યો હતો. દ્વિજ હિંદુઓની અગાઉની અછુત જાતો દ્વારા સહન કરવામાં આવેલ દમનના સંદર્ભે આ શબ્દનો ઉપયોગ કરવામાં આવ્યો હતો.
વિક્ટર પ્રેમસાગરના જણાવ્યા અનુસાર આ શબ્દ જાતિની "નબળાઈ, ગરીબી અને ભારતીય સમાજમાં ઉંચી જાતો દ્વારા થતાં અપમાનને વ્યક્ત કરે છે." મોહનદાસ ગાંધીએ અગાઉના અસ્પૃશ્યોની ઓળખમાં હરીજન શબ્દ આપ્યો હતો. જેનો અંદાજીત અર્થ "ભગવાનના બાળકો" થાય છે. પહેલાના અસ્પૃશ્યો અને આદિવાસીઓને ગણવા ભારતના સરકારી દસ્તાવેજોમાં તેમને "અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જન જાતિ" (એસસી/એસટી)શબ્દનો ઉપયોગ થાય છે. જો કે, વર્ષ 2008માં નેશનલ કમિશન ફોર શેડ્યુલ કાસ્ટે નોંધ્યું હતું કે દલિત શબ્દનો ઉપયોગ સત્તાવાર શબ્દ શેડ્યૂલ કાસ્ટ સાથે પરસ્પર થતો હતો. તેમણે આ શબ્દને ગેરબંધારણીય ગણાવીને રાજ્ય સરકારોને તેના ઉપયોગનો અંત લાવવા માટે જણાવ્યું હતું. આદેશ બાદ, છત્તીસગઢ સરકારે દલિત શબ્દના સત્તાવાર ઉપયોગનો અંત લાવી દીધો હતો.
સત્તાવાર દસ્તાવેજોમાં પહેલાના અસ્પૃશ્યોનો ઉલ્લેખ કરવા માટે તમિલનાડુ, કર્ણાટક અને આંધ્રપ્રદેશમાં અનુક્રમે "આદી દ્રવિડ", આદિ કર્ણાટક અને આદિ આંધ્રા શબ્દોનો ઉપયોગ થાય છે. આ શબ્દો અને તેમાં મુખ્યત્વે "આદિ" શબ્દ રાજ્યના મૂળ નિવાસીનો નિર્દેશ કરે છે. વધુ સામાન્ય શબ્દ, આદિવાસી સંસ્કૃત શબ્દ આદિ પરથી આવ્યો છે. આદિ અર્થાત આદિકાળનું, મૂળ, "પ્રથમ + બસ" ક્રિયાપદનો મૂળ અર્થ બેસવું, સ્થાયી થવું અથવા રહેવું થાય છે. જે આદિવાસીઓને ભારતના મૂળ વતની તરીકે દર્શાવે છે. જો લોકો પોતાને દલિત તરીકે ઓળખાવે છે તે પોતાને આદિવાસી તરીકે પણ ઓળખાવી શકે છે પરંતુ સમાનતમાં તફાવત અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જન જાતિનો છે. જેમાં કેટલાક આંતરિક ભાગો છે પરંતુ આ બંને ચોક્કસ સામાજીક ઓળખો છે.
(પ્રિય વિદ્યાર્થીઓમાંના એક - હર્ષ ચાવડા દ્વારા મળેલ માહિતી)