ભારતનું બંધારણ - ભાગ-૨ – નાગરિકતા
આર્ટીકલ-૫ : બંધારણની
શરૂઆતથી નાગરિકતા
નાગરિકતાનું મહત્વ શું છે? તે સમજવું ખુબ જરૂરી
છે. માત્ર નાગરિકતાને લગતા આર્ટીકલ યાદ રાખી લેવાથી કદાચ બંધારણનો નાગરિકતા આપવા
પાછળનો હેતુ આપણે યોગ્ય રીતે ન સમજી શકીએ.
·
નાગરિકતા ધરાવતો વ્યક્તિ જ દેશના સર્વોચ્ચ સ્થાન જેવા કે રાષ્ટ્રપતિ,
પ્રધાનમંત્રી, ન્યાયધીશ, રાજ્યપાલ જેવા અગત્યના સ્થાન પર નિમણુંક પામી શકે છે.
·
નાગરિક હોય તે વ્યક્તિ જ દેશમાં ઉમેદવારી નોંધાવી શકે છે તેમજ મત આપી શકે છે.
·
બંધારણ દ્વારા આપવામાં આવેલ મૂળભૂત હક માત્ર નાગરિકતા ધરાવતા વ્યક્તિને જ મળે
છે.
વિશેષતા: ભારતમાં એક જ
નાગરિકતાને સ્વીકારવામાં આવી છે. આપણે માત્ર અને માત્ર ભારતીય જ છીએ. હું ગુજરાતી,
મરાઠી, પંજાબી નથી પણ હું ભારતીય જ છું.
સમજૂતી:
·
જો વ્યક્તિ ભારતના રાજ્ય ક્ષેત્રમાં જન્મ્યો હોય તો તે ભારતીય છે.
·
વ્યક્તિના માતા અથવા પિતામાંથી કોઈ એક ભારતના રાજ્ય ક્ષેત્રમાં જન્મ્યા હોય તો
વ્યક્તિ ભારતીય છે.
·
બંધારણ અમલમાં આવ્યું (૨૬ જાન્યુઆરી, ૧૯૫૦) તે પહેલાના ઓછામાં ઓછા પાંચ વર્ષ
સુધી ભારતમાં એક સામાન્ય નાગરિક તરીકે રહેતી વ્યક્તિ
ભારતીય છે.
આર્ટીકલ-૬ : પાકિસ્તાનમાંથી
ભારતમાં સ્થળાંતર કર્યું હોય તે વ્યક્તિની નાગરિકતા અંગે
·
એક અખંડ દેશના બે ભાગ પડ્યા ત્યારે બંધારણે આર્ટીકલ-૫ દ્વારા ભારતમાં જન્મ
દ્વારા જોડાયેલ વ્યક્તિને
નાગરિકતા આપવાની
સ્પષ્ટતા તો કરી દીધી પરંતુ સાથે સાથે એ પણ યાદ રાખવું જોઈએ કે વિભાજન સમયે
અનેક લોકો
ભારતમાંથી પાકિસ્તાનમાં તેમજ પાકિસ્તાનમાંથી ભારતમાં સ્થળાંતરીત થયા હતાં.
·
આ વિષય તે સમય ખૂબ સંવેદનશીલ હતો તેથી બંધારણ દ્વારા કોઈ એક ચોક્કસ સીમા રેખા
નક્કી કરીને
સ્થળાંતર કરીને
પાકિસ્તાનથી ભારત આવેલ નાગરિકની નાગરિકતા અંગે સ્પષ્ટતા કરવી જરૂરી હતી.
·
ઉપરોક્ત વિષયના સંદર્ભે બંધારણે આર્ટીકલ-૬ની રચના કરી.
વિશેષતા: ૧૯ જુલાઈ ૧૯૪૮ તારીખની પહેલા અથવા પછી – ભારતીયતાની
લક્ષ્મણ રેખા
સમજૂતી:
·
૧૯ જુલાઈ ૧૯૪૮ પહેલા સ્થળાંતરકર્યું હોય (૧૮ જુલાઈ ૧૯૪૮ સુધીમાં સ્થળાંતર
કર્યું હોય તેવા વ્યક્તિ માટે જ) તેવા લોકો માટે નીચે મુજબની લાયકાત ભારતીયતા
મેળવવા માટે જરૂરી હતી.
·
જો વ્યક્તિના માતા અથવા પિતાનો જન્મ ગવર્નમેન્ટ ઓફ ઇન્ડિયા એક્ટ-૧૯૩૫માં
સીમાંકિત ભારતમાં થયો
હોય અને ૧૯ જુલાઈ
૧૯૪૮ની તારીખે વ્યક્તિ ભારતમાં રહેતી હોય તો તે ભારતીય ગણાશે.
·
જો વ્યક્તિ ૧૯ જુલાઈ ૧૯૪૮ કે તેના પછી ભારતમાં સ્થળાંતરીત થયો હોય તો ભારતીયતા
મેળવવા માટે નીચે મુજબની લાયકાત જરૂરી હતી.
·
વ્યક્તિ સ્વયં / માતા અથવા પિતા / દાદા અથવા દાદીમાંથી કોઈ એક નો જન્મ ગવર્નમેન્ટ
ઓફ ઇન્ડિયા એક્ટ-૧૯૩૫માં
સીમાંકિત ભારતમાં થયો હોય તો વ્યક્તિ ભારતીય ગણાશે.
·
વ્યક્તિએ ભારતીય નાગરિકત્વ મેળવવા માટે અરજી કરેલી હોય.
·
વ્યક્તિ ભારતમાં ઓછામાં ઓછા ૬ મહિનાથી રહે છે તે સાબિત કરવું પડે.
·
ગવર્નમેન્ટ ઓફ ઇન્ડિયા એક્ટ-૧૯૩૫ અથવા બંધારણ અંતર્ગત કેન્દ્ર સરકાર દ્વારા
નિમણુંક અધિકારીએ નાગરિક તરીકે વ્યક્તિની નોંધણી કરી હોય તે જરૂરી છે.
·
અહીં “દરેક વ્યક્તિ” શબ્દમાં કેદી તેમજ સશસ્ત્ર સેનાનીનો પણ
સમાવેશ થાય છે.
આર્ટીકલ-૭ : પાકિસ્તાનમાં
સ્થળાંતર કરી ગયેલ વ્યક્તિની નાગરિકતા અંગે
વિશેષતા: ૦૧ માર્ચ ૧૯૪૭ – ભારત-પાકિસ્તાન-ભારત
સમજૂતી:
·
આ આર્ટીકલ વિશેષ છે તેમજ આર્ટીકલ-૫ની ઉપરવટ જાય છે.
·
૦૧ માર્ચ ૧૯૪૭ પહેલા જો વ્યક્તિ ભારતથી પાકિસ્તાન સ્થળાંતર કરી ગઈ હશે અને આર્ટીકલ-૫ ની જોગવાઈ
અનુસાર ભારતીય નાગરિક બનવાની લાયકાત ધરાવતી હશે તો પણ તે ભારતીય ગણાશે નહિ.
·
પરંતુ અપવાદરૂપ જો વ્યક્તિ કોઈ વ્યક્તિ પુનઃ વસવાટ અથવા કાયમી પુનરાગમનની
મંજૂરી સાથે ભારતમાં
આવેલ હોય તેમજ
આર્ટીકલ-૬ મુજબ ૧૯ જુલાઈ ૧૯૪૮પછીની તમામ શરતોનું પાલન થતું હોય તો તે
વ્યક્તિ ભારતીય
નાગરિકત્વ મેળવી શકે છે.
આર્ટીકલ-૮ : ભારતની
બહાર વસતી પરંતુ ભારતીય મૂળ ધરાવતી વ્યક્તિની નાગરિકતા અંગે
વિશેષતા: માતૃભૂમિ સાથેનું
કોઈ પણ રીતેનું જોડાણ વ્યક્તિને ભારતીય બનવામાં મદદરૂપ થાય.
સમજૂતી:
· ·
વ્યક્તિ સ્વયં / માતા અથવા પિતા / દાદા અથવા દાદીમાંથી કોઈ એક નો જન્મ
ગવર્નમેન્ટ ઓફ
ઇન્ડિયા એક્ટ-૧૯૩૫માં
સીમાંકિત ભારતમાં થયો હોય અને વર્તમાન સમયમાં તે અન્ય દેશમાં વસવાટ કરતો હોય પરંતુ
જો તેણે અન્ય દેશમાં (જ્યાં તે હાલમાં વસે છે) ભારતના સરકારી પ્રતિનિધિને બંધારણના
અમલ પહેલા (૨૬ જાન્યુઆરી ૧૯૫૦) ભારત સરકાર દ્વારા નિયત અરજીપત્રક દ્વારા ભારતના
નાગરિક તરીકેની નોંધણી કરેલી હોય તો તે વ્યક્તિ ભારતનો નાગરિક ગણાશે.
આર્ટીકલ-૯ : પોતાની
ઈચ્છાથી અન્ય રાષ્ટ્રની નાગરિકતા સ્વીકાર કરનાર વ્યક્તિની નાગરિકતા અંગે
વિશેષતા: સ્વેચ્છાએ ભારતીય
નાગરિકત્વનો ત્યાગ કરવો.
સમજૂતી:
·
બંધારણ એક જ નાગરિકત્વને માન્યતા આપે છે.
· આર્ટીકલ-૩૬૭માં વ્યાખ્યા કર્યા પ્રમાણેનું ભારત સિવાયનું કોઈ પણ રાજ્ય એટલે
વિદેશી રાજ્ય.
· કોઈ વ્યક્તિ ભારતની નાગરિક હતી અને પોતાની ઈચ્છાથી વિદેશી નાગરિકતા મેળવી તેથી
તેની ભારતીયતા ગુમાવશે કે નહિ તે અંગે નિર્ણય લેવાની આખરી
સત્તા કેન્દ્ર સરકાર પાસે છે.
· ઉપરોક્ત બાબત અંગે કેન્દ્ર સરકારના નિર્ણય ને અદાલતમાં અથવા આર્ટીકલ-૩૨
અંતર્ગત રીટ દ્વારા પણ પડકારી શકાશે નહિ.
આર્ટીકલ-૧૦ : નાગરિકતાના
અધિકારોની જાણવણી અંગે
વિશેષતા: ભારતીય નાગરિકત્વનું
અભય કવચ
સમજૂતી:
· ભારતીય નાગરિકતા ધારો-૧૯૫૫ સંસદ દ્વારા પસાર
કરવામાં આવ્યો છે.
· જે વ્યક્તિએ બંધારણના આર્ટીકલ-૫, ૬, ૭ અથવા ૮ દ્વારા
ભારતની નાગરિકતા મેળવી હોય તેની નાગરિકતા સંસદ દ્વારા પસાર કરવામાં આવેલ કાયદા સિવાય અન્ય
કોઈ રીતે રદ કરી શકાય નહિ.
· આ આર્ટીકલ ભારતીય નાગરિકત્વને સંસદ દ્વારા રક્ષણ
પૂરું પાડે છે.
આર્ટીકલ-૧૧ : નાગરિકત્વના
હકનું સંસદીય કાયદા દ્વારા નિયમન કરવા અંગે
વિશેષતા: ભારતીય નાગરિકત્વ
માટે સંસદ સર્વોપરી
સમજૂતી:
· કોઈ વ્યક્તિને ભારતીય નાગરિકત્વ આપવું અથવા
કોઈનું નાગરિકત્વ રદ કરવું તેમજ આ બાબત સાથે સંલગ્ન કોઈ પણ વિષય પર સર્વગ્રાહી કાયદો ઘડવાની
સત્તા માત્ર સંસદ પાસે જ છે.
