પ્રસ્તાવના
પાણી મારી દ્રષ્ટીએ આપણા અસ્તિત્વનો પાયો છે. વિશ્વની લગભગ બધી જ સંસ્કૃતિનો
ઉદભવ, વિકાસ અને વિસ્તરણ નદી કિનારે જ થયો છે. આપણે સિંધુ નદીના કિનારે વિકસિત
સંસ્કૃતિનો જ એક ભાગ છીએ. આપણા દેશનું એક નામ હિંદ પણ સિંધ નદી પર જ આવ્યું છે
તેવું માનવામાં આવે છે. ભારતમાં પાણી ખરા અર્થમાં જીવનનો પર્યાય કહી શકાય કારણ કે
આપણે ત્યાં પાણી માત્ર પીવા અને નહાવાના ઉપયોગ માટે જ નથી વાપરવામાં આવતું. પાણી
આપણે ત્યાં ધાર્મિક વિધીનો એક અભિન્ન ભાગ છે. હિંદુ ધર્મમાં જળદેવતાનું અસ્તિત્વ
છે. પાણી આપણે ત્યાં અંજલિ આપવા માટે પણ છે અને પ્રણ લેવા માટે પણ છે. પાણી મુકીને
આપણે કોઈ ચોક્કસ નિર્ણય લઈએ છીએ. આપણે પાણી પાણી પણ થઇ જઈએ છીએ અને જરૂર પડે
ત્યારે પાણી ચડાવી અને બતાવી દઈએ છીએ. પાણી આપણે ત્યાં ઉપચારક તરીકે પણ ઉપયોગી છે.
આપણું જીવન પાણીમાં ન જાય તેના માટે આપણે સતત પ્રયત્નશીલ પણ રહીએ છીએ.
પાણીનું વિજ્ઞાન
પાણી એક પારદર્શક પ્રવાહી છે જે દુનિયાના નદી, સરોવર, તળાવ, સમુદ્ર, મહાસમુદ્ર
તેમજ દરેક સજીવના શરીરનું સૌથી અગત્યનું ઘટક છે. બધી જાતની જીવનસૃષ્ટિ માટે પાણીની
આવશ્યક્તા છે. હવાની માફક પાણી વિના પણ કોઈ જીવતું રહી શકતું નથી. તેથી આ શબ્દનો
એક પર્યાય જીવન છે. પાણી એક મિશ્ર પદાર્થ છે. રાસાયણિક રીતે પાણીના બંધારણમાં એક
અણુ ઓક્સિજન અને બે અણુ હાયડ્રોજનના આવેલા હોય છે. ગુરુત્વના વિચારથી જોતાં ૧૬ ભાગ
ઓક્સિજન અને એક ભાગ હાઈડ્રોજન હોય છે, કેમકે ઓક્સિજનના પરમાણુ હાઈડ્રોજનના પરમાણું કરતાં સોળગણા અધિક ભારે હોય છે.
ગરમી વધતાં વરાળ થઈને ઊડી જવાનો અને ઠંડીથી પથ્થર જેવું કઠણ થવાનો ગુણધર્મ પાણીમાં
જોવા મળે છે. આ પ્રકારનો ગુણધર્મ બીજા પ્રવાહી પદાર્થમાં જોવા મળતો નથી. સામાન્ય
તાપમાન અને દબાણની સ્થિતિમાં પાણી પ્રવાહી સ્વરૂપમાં જોવા મળે છે પરંતુ આ ઉપરાંત
પૃથ્વી પર તે ઘન અને વાયુ સ્વરૂપે પણ જોવા મળે છે. આ ઉપરાંત ઘુમ્મસ, ઝાકળ અને વાદળ
પણ પાણીના જ સ્વરૂપ છે. પૃથ્વીનો લગભગ ૭૧% જેટલો ભાગ
પાણીથી ઢંકાયેલ છે. પૃથ્વી પરના દરેક સજીવ માટે તે અગત્યનું ઘટક છે.
|
ક્રમ
|
ટકાવારી
|
પાણીનું
સ્વરૂપ
|
|
૧
|
૯૬.૫%
|
સમુદ્ર
અને મહાસમુદ્રનું પાણી
|
|
૨
|
૦૧.૭%
|
ભૂગર્ભમાં
રહેલ પાણી
|
|
3
|
૦૧.૭%
|
હિમક્ષેત્ર
– એન્ટાર્કટિકા અને ગ્રીનલેન્ડ
|
|
૪
|
0.૦૦૧%
|
વાયુ,
વાદળ અને બાષ્પ સ્વરૂપે
|
|
ક્રમ
|
ટકાવારી
|
પાણીની
સુલભતા
|
|
૧
|
૨.૫%
|
પીવા
લાયક પાણી
|
|
૨
|
૯૮.૮%
|
બરફ અને
ભૂગર્ભમાં રહેલ પાણી
|
પૃથ્વી પર રહેલ પાણી સતત પરિભ્રમણ કરતું રહે છે. સામાન્ય રીતે બાષ્પીભવન, વરાળ
સ્વરૂપ, ઘનીકરણ પામતું પાણી અંતે સમુદ્રને મળી જતું હોય છે. પાણીમાંથી કોઈપણ
પ્રકારની કેલોરી અથવા કાર્બનિક પોષણ મળતું ન
હોવા છતાં સ્વચ્છ અને પીવાલાયક પાણી દરેક સજીવ માટે અત્યંત જરૂરી છે. છેલ્લા
એકાદ દાયકામાં વિશ્વમાં પીવાલાયક પાણીની ઉપલબ્ધીમાં સુધારો થયો છે તેમ છતાં લગભગ
૧૦ અબજ લોકોને હજુ પીવાલાયક પાણી મળતું નથી અને ૨.૫ અબજ લોકોને જરૂરી સ્વચ્છતા
માટેનું પાણી પણ મળતું નથી. વર્ષ ૨૦૨૫ સુધીમાં પૃથ્વી પરની અડધાથી વધારે જનસંખ્યા
પાણીની તંગી અનુભવશે. એક અહેવાલ મુજબ વર્ષ ૨૦૩૦ સુધીમાં વિશ્વના વિકાસશીલ
રાષ્ટ્રોમાં પાણીની માંગ આજ કરતા ૫૦% વધી જશે. વિશ્વની આર્થિક પરિસ્થિતિ પર પાણી
સીધી રીતે અસર કરે છે કારણ કે પાણી જુદા જુદા રસાયણ માટે દ્રાવક તરીકે વર્તે છે.
ચોખ્ખા પાણીના ૭૦% જેટલો હિસ્સો આપણે કૃષિ ક્ષેત્રે ઉપયોગ કરે છે.
પાણીના પ્રકાર
પશ્ચિમના વિજ્ઞાન પ્રમાણે પાણીના બે પ્રકાર પડે છે.
(૧) ભારે અથવા અશુદ્ધ પાણી
(૨) હલકું પાણી અથવા વરાળનું શુદ્ધ પાણી
આપણા શાસ્ત્રમાં પણ પાણીના મુખ્ય બે પ્રકાર માનવામા આવ્યા છે અને તેમાંથી
નીકળતા બીજા પેટા પ્રકારો અને તેના જુદા જુદા ગુણદોષો શાસ્ત્રકારોએ વર્ણવ્યા છેઃ
(૧) આંતરિક્ષ જળ એટલે આકાશમાંથી વરસાદનું પડેલું પાણી જેને ડિસ્ટલ્ડ અથવા
વરાળનું પાણી કહે છે.
(૨) ઔદ્દભિક એટલે ખડકો અને પહાડોમાં રહેલું પાણી, જેને હાર્ડ વોટર કહે છે.
આંતરિક્ષ પાણી મુખ્ય બે પ્રકારમાં વહેંચવામાં આવ્યું છે. તેના ચાર મુખ્ય પેટા
પ્રકાર થાય છે. અને આઠ બીજા પેટા પ્રકારો છે. મુખ્ય પ્રકારમાં (૧) ગાંગજળ અને (૨)
સામુદ્રિક જળ છે. તદૃન સાફ એવા ગળણા મારફત વરસાદનું પાણી સીધું વાસણમાં ઝીલી
લેવામાં આવે તેને ગાંગજળ કહેવામાં આવે છે અને તે પીવા માટે અતિ ઉત્તમ મનાય છે.
સામુદ્રિક જળ એટલે વરસાદનું ગાળ્યા વગરનું અને આડેઅવળેથી ઝીલેલું પાણી, જે પીવાથી ખસ અને વાળા નામનાં
દર્દોં થાય છે.
|
ક્રમ
|
આંતરિક્ષ પ્રકાર
|
વ્યાખ્યા
|
શરીર પર તેની અસર
|
|
૧
|
દિવાવૃષ્ટિ
|
દિવસે વરસેલ વરસાદનું પાણી
|
કફનો નાશ થાય છે. તૃષા છિપાવી અનાજ પાચન કરવામાં તે અતિ ઉત્તમ મનાયેલ છે. આ
પાણીને વાયુકર્તા તરીકે ઓળખવામાં આવ્યું છે.
|
|
૨
|
રાત્રિવૃષ્ટિ
|
રાત્રે વરસેલ વરસાદનું પાણી
|
કફકારક, પચવામાં ભારે અને
વાયુકારક મનાય છે
|
|
3
|
દુર્દિનવૃષ્ટિ
|
રાત અને દહાડો હેલીના રૂપે વરસનાર પાણી
|
શરીરના તમામ દોષોને કોપાવનાર માનવામાં આવે છે.
|
|
૪
|
ક્ષણવૃષ્ટિ
|
ચોમાસામાં ગમે તે વખતે વરસાદ પડે
|
જ્વરાદિ દોષો ઉત્પન્ન થઈ માણસો તાવમાં પટકાય છે અને ઘણી વખત ત્રિદોષ થઈ
આવવાનાં દષ્ટાંતો પણ મળી આવે છે.
|
|
ક્રમ
|
જમીન પર પાણીના પ્રકાર
|
સમજણ
|
શરીર પર તેની અસર
|
|
૧
|
સારસ
|
સરોવરનું પાણી
|
·
મુખ્યત્વે ક્ષારવાળું-વાયુ
અને કફ ઉપજાવનારૂં માનવામાં આવ્યું છે.
·
ચામડીના રોગો ફાટી
નીકળે છે અને પાચન થયા પછી ભ્રમ અને શોષ જેવા ઉપદ્રવો પેદા થાય છે.
|
|
૨
|
ઔદ્દભિક
|
નાના ખડકોમાંથી વહેતા જળ
|
·
પાણી હલકું અને
જ્વરમાં આપવાલાયક માનવામાં આવ્યું છે.
|
|
3
|
વાયવ્યનું પાણી
|
વાયવ્ય દિશામાંથી વહેવાની શરૂઆત થાય
|
·
ક્ષારવાળું અને ગરમ
છે.
·
કફ અને વાયુના રોગીઓ
માટે આ પાણી હિતકર માનવામાં આવ્યું છે
|
|
૪
|
કૂવાનું પાણી
|
કૂવામાં સરવાણીથી આવેલ પાણી
|
·
શરદ ઋતુમાં કદી યે ન
પીવું.
·
આ પાણી જઠર પ્રદીપ્ત
કરનાર અને હલકું મનાય છે
|
|
૫
|
નદીનું પાણી
|
નદીની રેતી ફિલ્ટર તરીકે કામ કરે, વહેતું અને સુર્યપ્રકાશ
|
·
પાણી હલકું, મધુર અને જઠર પ્રદીપ્ત કરનાર હોઈ પીવા માટે ઉત્તમ માનવામાં આવ્યું છે
|
|
૬
|
તળાવનું પાણી
|
તળાવનું પાણી
|
·
પાણી ભારે છે. તે
હ્રદયનાં રોગીઓ માટે ઉત્તમ મનાય છે.
·
શદર ઋતુમાં આ પાણી
પીવાની ભલામણ કરવામાં આવી છે.
|
|
૭
|
ઝરણાંનું પાણી
|
ઝરણાનું પાણી
|
·
કફના દર્દીઓ માટે
હિતકર છે અને ગુલ્મ તથા હ્રદયના રોગીઓને પીવા માટે ઉત્તમ માનવામાં આવ્યું છે.
·
આ પાણીથી ખસ, રતવા અને ઘણી વખત ક્ષય જેવા રોગો થવાનાં ઉદાહરણો મળી આવે છે.
|
|
૮
|
વીળાઓનું પાણી
|
વીળાનું પાણી
|
·
પાણી ઘણું જ ખરાબ છે, તેથી હેડકી, લોહીબગાડ અને ચામડીના રોગો ઉત્પન્ન
કરનાર મનાય છે.
|
પાણીને રંગ નથી, પણ બહુ ઊંડું પાણી
કાળું દેખાય છે. મુખ્યત્વે કરીને વરસાદથી આપણને પાણી મળે છે. શુદ્ધ રૂપમાં પાણી
બહુ જૂજ મળે છે. તેમાં કોઈ ને કોઈ ખનિજ પદાર્થ, વાયુ વગેરે મળેલ હોય છે, વરસાદનું પાણી ઊંચેથી અને વાયુમંડળ સ્વચ્છ થાય ત્યારે કોઈ વાસણમાં એકત્ર
કરવામાં આવે તો શુદ્ધ હોય છે, અન્યથા તેમાં પણ ઉપર્યુક્ત દ્રવ્ય મળી જાય છે. પ્રાકૃતિક બરફનું પાણી પણ પ્રાયઃ
શુદ્ધ હોય છે. ઊકળતું હોય તેમાંથી ખેંચેલ પાણી પણ બધા પ્રકારનાં મિશ્રણોથી શુદ્ધ
હોય છે. આ પાણી દવામાં વપરાય છે. જે નદીઓ ઉજ્જડ સ્થાનો અને કાંકરીવાળા પ્રદેશમાંથી
વહે છે તેનું પાણી પણ પ્રાયઃ શુદ્ધ હોય છે; પરંતું જેનો રસ્તો નરમ ચીકણી ભૂમિ અને ઘાટી વસતીની વચ્ચે થઈને જતો હોય છે, તેના પાણીમાં કોઈ ને કોઈ અન્ય
દ્રવ્ય મિશ્રણ થયેલાં હોય છે. સમુદ્રના પાણીમાં ક્ષાર અને મીઠાનો અંશ અન્ય
પ્રકારના પાણી કરતાં ઘણો વિશેષ હોય છે જેથી તે પાણી એટલું ખારૂં હોય છે કે પી
શકાતું નથી. બધા પ્રકારનું પાણી વરાળ કરીને ઠારવાથી શુદ્ધ થાય છે. વૈઘકમાં પાણીને
શીતલ, હલકું, રસના કારણરૂપ, થાક મટાડનાર, ગ્લાનિ દૂર કરનાર, બળ આપનાર, તૃપ્તિ આપનાર હ્રદયને પ્રિય, અમૃત સમાન જીવનદાયક, તેમ જ મૂર્ચ્છા, તરસ, તંદ્રા, વમન, નિદ્રા અને અજીર્ણનો નાશ
કરનાર કહેલ છે.
ખારૂં પાણી પિત્ત કરનાર અને વાયુ તથા કફ મટાડનાર છે, મીઠું પાણી કફ કરનાર અને વાયુ
તથા પિત્ત ઘટાડનાર છે. ભાદરવા અને આસો માંસમાં વિધિપૂર્વક વરસાદનું ભેગું કરેલું
પાણી અમૃતના જેવું ગુણકારી, ત્રિદોષ મટાડનાર, રસાયન, બળ આપનાર, જીવનરૂપ, પાચનશક્તિ વધારનાર તથા
બુદ્ધિવર્ધક છે. વેગથી વહેતી અને હિમાલયમાંથી નીકળતી નદીઓનું પાણી ઉત્તમ અને ધીમે
વહેતી અને સહ્યાદિ્માંથી નીકળતી નદીઓનું પાણી કોઢ, કફ, વાત વગેરે વિકારો
ઉત્પન્ન કરનારૂં મનાય છે. ઝરણાનું તેમ જ પ્રાકૃતિક બરફનું ઓગળેલું પાણી ઉત્તમ
કહેવાય છે. કૂવાનું પાણી બહુ ઊંડેથી તેમ જ કઠણ પથ્થરના થર ઉપરથી આવતું હોય તો
ઉત્તમ, નહિતર દોષકારક કહેવાય
છે. જે પાણીમાં કોઈ જાતની ગંધ કે સ્વાદ ન હોય તે ઉત્તમ અને હોય ને સદોષ ગણાય છે.
પાણીને ગરમ કરવાથી તેમાનાં બધા દોષ જતા રહે છે.
પુખ્ત ઉમરના માણસે આખા દિવસમાં ૬ થી ૮ પ્યાલા પાણી પીવું. જમતી વખતે બહુ જ
ઓછું પાણી પીવું અને જમ્યા પછી એક કલાક સુધી વધારે પાણી પીવું નહિ. દેખીતી રીતે
શિયાળા કરતાં ઉનાળામાં વધારે પાણી પીવાની જરૂર પડશે. નાના બાળકોને ઓછું પાણી જોઈશે, પણ તેઓને તૃષા લાગે ત્યારે જ
પાણી આપવામાં આવે તો ઘણું કરીને તેઓ જરૂર જેટલું જ પાણી પીએ છે.
પાણીનો ઉપયોગ અને દુરુપયોગ
|
|
વપરાશ
|
|
|
પરિબળ
|
ઉપયોગ
|
દુરુપયોગ
|
|
નહાવું
|
ફુવારો – ૧૦૦ લિ.
|
ડોલ – ૧૮ લિ.
|
|
બ્રશ/શેવિંગ
|
ચાલુ નળ – ૫ લિ.
|
જરૂર પ્રમાણે – 0.૭૫ લિ.
|
|
કપડા ધોવા
|
ચાલુ નળ – ૧૧૬ લિ.
|
ડોલ – ૩૬ લિ.
|
|
વાહન ધોવા
|
ચાલુ નળ – ૩૬ લિ.
|
ડોલ – ૧ અથવા ૨ ડોલ
|
|
જાજરૂ
|
ફ્લશ – ૨૦ લિ.
|
ડોલ – ૬ લિ.
|
આફ્રિકા અને એશિયામાં કેટલાક સ્થળોએ લોકોને જરૂરિયાતનું પાણી મેળવવા માટે
સરેરાશ ૬ કિમી. ચાલવું પડે છે.
વિશ્વમાં લગભગ 3.૪ મીલીયન લોકો પાણીને લગતા રોગના કારણે મૃત્યુ પામે છે.
ડોલનો ઉપયોગ કરવાથી લગભગ ૩૦૦ લિ. પાણી આપણે દરરોજ બચાવી શકીએ છીએ.
શહેરમાં પાણી ઘર સુધી પહોંચી જાય છે અને માત્ર નળ ખોલવાની જ મહેનત કરવી પડે છે
તેથી તેનો દુરુપયોગ વધારે થતો જોવા મળે છે જયારે ગ્રામ્ય વિસ્તારોમાં જ્યાં પાણી
કુવામાંથી ઉલેચવું પડે છે અથવા હેન્ડપંપ દ્વારા સીંચવું પડે છે તેથી જરૂરિયાત
મુજબનું પાણી વપરાય છે.
પાણી – કેટલીક જાણવાલાયક બાબત
·
વિપુલ પ્રમાણમાં પાણીનો
વહેતો પ્રવાહ હોય ત્યાં આજે માનવી હાયડ્રો એનર્જી ઉત્પન્ન કરતો થયો છે.
·
ભારતની મોટી નદીઓને
જોડીને એક જળમાર્ગ વિકસાવવાની યોજના પણ ભારત સરકારે વિચારેલી.
·
પાણીનું સ્તર સતત વધતું
રહેતું હોવાથી દુનિયાના ઘણા જમીન વિસ્તાર જળસમાધી લઇ ચુક્યા છે.
·
વરસાદનું કેલેન્ડર અનિયમિત
થઇ જવાથી કેટલીક જગ્યાએ અતિવૃષ્ટિ અને કેટલીક જગ્યાએ દુષ્કાળ જેવી પરિસ્થિતિ
સર્જાય છે.
·
હિમશીલાઓ વધુ પ્રમાણમાં
ઓગળી રહી છે.
·
પાણીનું તાપમાન સતત વધી
રહ્યું હોવાથી જળસૃષ્ટિના અસ્તિત્વ સામે જોખમ ઉભા થયા છે.
·
ગંગા જેવી મોટી નદીઓ
આજે ઔદ્યોગિક વિકાસના નામે પ્રદુષણ મુક્ત નથી રહી.
·
સરકારી કાયદાઓની
બિનઅસરકારકતા અને સામાન્ય જનતાનું નૈતિક જવાબદારીઓ પ્રત્યેનું વિમુખીકરણ થયું છે
અને પરિણામે પાણી જેવા અમુલ્ય રતનનું જતન કરવામાં આપણે નિષ્ફળ ગયા છીએ.
·
પહાડો પર 4G નેટવર્ક
પહોંચાડવામાં આપણે સફળતા મેળવી પણ દુષ્કાળગ્રસ્ત વિસ્તારમાં પાણી પહોંચાડવામાં
આપણે નિષ્ફળ રહ્યા તેનો આપણને કોઈ ખેદ નથી.
·
વિકાસના નામે આપણે
વર્ષોથી અડીખમ ઉભેલા વૃક્ષો કાપીને રસ્તાઓ પહોળા કર્યા પરંતુ એક પણ વૃક્ષારોપણમાં
રોપેલ છોડને વૃક્ષ ન બનાવી શક્યા. પરિણામે વરસાદના પ્રમાણમાં ઘટાડો, જમીનમાં પાણીના
તળ ઊંડા ગયા અને ફળદ્રુપ તેમજ કસવાળી જમીન આજે વેરાન બનવા લાગી.
·
હવે વૃક્ષારોપણની નહિ
પરંતુ વૃક્ષ જતનની જરૂર છે.
·
પાણી આપણે પાણીની જેમ
વહેવડાવ્યું અને હવે પૈસા પણ પાણીની જેમ વાપરીને ફરી પાણી મેળવવાના હવાતિયા મારી
રહ્યા છીએ.
પાણી – કેટલાક સમાનર્થી કહેવતો/રૂઢીપ્રયોગ
પાણી, ઉદક, નીર, સલિલ, તોય, આબ, અંભ, વારી, અંબુ, પય
પાણી – સુવિચાર/કહેવતો/રૂઢીપ્રયોગ
જલ હે તો કલ હે
જળ એ જ જીવન
પાણી મુકવું
પાણી ચડાવવું
પાણી માપવું
પાણી ઉતારવું
ઊંડા પાણીનો માણસ
પાણી પાણી થઇ જવું
પાણી.....
આકાશમાંથી વર્ષે તો વરસાદ
આકાશ તરફ ઉડે તો બાષ્પ,
જામીને પડે તો કરા,
પડીને જામે તો બરફ,
ફૂલ પર હોય તો ઝાકળ,
ફૂલમાંથી નીકળે તો અત્તર,
એકઠું થાય તો ઝીલ,
વહેવા લાગે તો નદી,
સીમામાં રહે તો જીવન,
સીમા તોડે તો પ્રલય,
આંખમાંથી નીકળે તો આંસુ,
શરીરમાંથી નીકળે તો પરસેવો.
रहिमन
पानी राखिये, बिन पानी सब सून।
पानी
गये न ऊबरे, मोती, मानुष, चून॥
अर्थ:
इस दोहे में रहीम ने पानी को तीन अर्थों में प्रयोग किया है। पानी का पहला अर्थ
मनुष्य के संदर्भ में है जब इसका मतलब विनम्रता से है। रहीम कह रहे हैं कि मनुष्य
में हमेशा विनम्रता (पानी) होना चाहिए। पानी का दूसरा अर्थ आभा, तेज या चमक से है जिसके बिना मोती का कोई मूल्य
नहीं। पानी का तीसरा अर्थ जल से है जिसे आटे (चून) से जोड़कर दर्शाया गया है। रहीम
का कहना है कि जिस तरह आटे का अस्तित्व पानी के बिना नम्र नहीं हो सकता और मोती का
मूल्य उसकी आभा के बिना नहीं हो सकता है, उसी तरह
मनुष्य को भी अपने व्यवहार में हमेशा पानी (विनम्रता) रखना चाहिए जिसके बिना उसका
मूल्यह्रास होता है।
મીનીકટ: પાણી કેટલું ભીનું
છે તે માપી શકાતું નથી.