બ્લોગ......લોગ સુધી પહોંચવાનું એક માધ્યમ બની ચુક્યું છે. વિચાર, કૃતિ કે સાહિત્ય હવે ફક્ત કાગળ અને કલમ પર આધારિત નથી રહ્યાં. આપણી જેમ માધ્યમો સતત બદલાતા હોય છે.વર્તમાન સમયમાં કાગળને જાણે કોમ્પ્યુટર ગળી ગયું છે. કલમનું સ્થાન હવે કી-બોર્ડે લઇ લીધું છે. ટપાલીનું સ્થાન હવે ઈ-મેઈલ અને એસ.એમ.એસે. ઝૂંટવી લીધું છે. બ્લોગની દુનિયામાં મારો આ બ્લોગ ચોક્કસ તમને ગમતી, તમને લગતી, તમને સ્પર્શતી વાતો, પ્રસંગો, ઘટનાઓ, વિચારોની મિનીકટ વગેરે પૂરી પાડશે.
વાત કરતા રહીએ, મળતા રહીએ, ભળતા રહીએ!